ગુજરાત હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ (જીએચએસઇબી)નું ધોરણ 12નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ gseb.org પર જોઈ શકો છો.
મુખ્ય પરીક્ષા-2026ની ઉચ્ચતર માધ્યમિક શાળાની પરીક્ષા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.
રાજ્યનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 % અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.
ગુજરાત બોર્ડની ધો. 12ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવાઈ હતી.
આ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
વિજ્ઞાનપ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલ હતા.
તે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ "પ્રમાણપત્ર મેળવવાને પાત્ર" થયેલા છે.
ધોરણ-12ના વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાના પરિણામ બાદ તમામ વિષયોમાં પરિણામ સુધારણા માટેની તક મળે તે માટે પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષાર્થીઓને "બેસ્ટ ઑફ ટુ" (બંને પૈકી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે)નો લાભ મળશે.

إرسال تعليق