Top News

વિધાનસભા ચૂંટણી 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસીથી આગળ, વિજયની પાર્ટીએ તામિલનાડુમાં સૌને કેવી રીતે ચોંકાવ્યા?

વિધાનસભા ચૂંટણી 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસીથી આગળ, વિજયની પાર્ટીએ તામિલનાડુમાં સૌને કેવી રીતે ચોંકાવ્યા?

 ગયા મહિને ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતનાં વલણોમાં પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે વલણો મળી રહ્યાં છે તેમાં ભાજપ ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)થી આગળ છે.

ડેટાનેટ મુજબ, સવારે 11.15 વાગ્યાની સ્થિતિમાં ભાજપ 149 બેઠકો પર અને ટીએમસી 122 બેઠકો પર આગળ છે. ડાબેરી પક્ષો 1 અને અન્ય 6 સીટો પર આગળ છે.

આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તામિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

દરમિયાન, પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થયું. મોટાભાગના લોકોની નજર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર છે, કારણ કે રાજ્યમાં ઘણા ઍક્ઝિટ પોલમાં શાસક તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે સ્પર્ધાની આગાહી કરવામાં આવી હતી. જોકે, પરિણામોનાં વલણોમાં ભાજપ ટીએમસીથી આગળ છે.

જ્યારે આસામ અને પુડુચેરી માટેના મોટાભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપની વાપસીની આગાહી કરવામાં આવી છે. તેવું જ શરૂઆતી પરિણામોમાં દેખાઈ રહ્યું છે જેમાં અત્યારસુધી ભાજપ, કૉંગ્રેસ કરતાં આગળ છે.

જો આપણે કેરળ અને તામિલનાડુની વાત કરીએ તો, મોટાભાગના ઍક્ઝિટ પોલમાં ડીએમકેને બહુમત મળશે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ તેને બહુમત મળતો હોય તેમ લાગી નથી રહ્યું.




Post a Comment

أحدث أقدم

Crime News

Sports